Loading Events

« All Events

  • This event has passed.

17th AGM

September 29, 2025 @ 5:30 pm - 6:00 pm

તારીખ: ૧૫૦૯૨૦૨૫ 

૧૭મી વાર્ષિક સામાન્ય સભા ની (જનરલ મિટિંગ) નોટિસ 

જીતો અમદાવાદ ચેપ્ટરની ૧૭મી વાર્ષિક સામાન્ય સભા (જનરલ મિટિંગ) તા. ૨૯.૦૯.૨૦૨૫ ને સોમવારના રોજ જીતો અમદાવાદની રજિસ્ટર ઓફિસે સાંજે ૫.૩૦ કલાકે નીચેના એજન્ડા સારું રાખવાનું નકકી કરવામાં આવેલ છે તો દરેક સભ્યે નીચે દર્શાવેલ સમયે અને સ્થળે અવશ્ય હાજર રહેવું.

તારીખ           : ૨૯.૦૯.૨૦૨૫, સોમવાર

સમય              : સાંજે ૫.૩૦ કલાકે

મિટિંગ સ્થળ : જીતો અમદાવાદ ચેપ્ટર,

૩જો માળ, હેરિટેજ એનેક્ષી, વિસનગર બેંક પાછળ,  આશ્રમ રોડ, અમદાવાદ

૧૭મી વાર્ષિક સામાન્ય સભામાં નીચે પ્રમાણેના એજન્ડા પર ચર્ચા વિચારણા કરીને નિર્ણયો લેવામાં આવશે. 

એજન્ડા :

()  જીતો અમદાવાદ ચેપ્ટર ની ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ થયેલ જનરલ મિટિંગની મીનીટસ મંજુર કરવા.

()  જીતો અમદાવાદ ચેપ્ટરના ૨૦૨૪-૨૫ વર્ષના વાર્ષિક હિસાબ (ઓડિટ રિપોર્ટ) મંજુર કરવા.

()  જીતો અમદાવાદ ચેપ્ટરના ૨૦૨૫-૨૬ વર્ષના ઓડિટર તરીકે નૌતમ આર વકીલ એન્ડ કુ.

(ચાર્ટર   એકાઉન્ટન્ટ) ની નિમણુંકને બહાલી આપવા.

()  ગત વર્ષ દરમ્યાન થયેલ કાર્યવાહીનો અહેવાલ અને તેને બહાલી આપવા બાબત.

() પ્રમુખશ્રી ની પરવાનગીથી રજુ થાય તે.

સ્થળ :- ઉપર દર્શાવ્યા મુજબ                                      જીતો અમદાવાદ ચેપ્ટર બોર્ડ વતી

તારીખ :- ૧૫૦૯૨૦૨૫                                             મનીષ ડી. શાહ (ચીફ સેક્રેટરી)

નોધઃ (૧) મિટિંગમાં કોરમ નહિ થાય તો હાજર રહેલ સભ્યોને કોરમ તરીકે ગણીને નોન-કોરમ મિટિંગ અડધો કલાક પછી તે જ સમયે અને તે જ સ્થળે અને તે જ તારીખે મિટિંગ કરીને એજન્ડાના મુદ્દા બાબતે નિર્ણય લેવામાં આવશે અને તે સર્વેને બંધનકર્તા રહેશે. (બંધારણ ની કલમ ૧૭ મુજબ)

(૨) દરેક સભ્યોને મેસેજ દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે.
(3) ઓડિટ થયેલ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ના હિસાબો તેમજ ૧૬મી વાર્ષિક સામાન્ય સભાની મીનીટસ આ સાથે મોકલેલ છે, ઓડિટ થયેલ હિસાબો અંગે જેમણે જે કઈ પૂછવાનું હોઈ તેમને account@jitoahmedabad.org પર તારીખ ૨૬.૦૯.૨૦૨૫ સુધીમાં ઈમેલ કરવા વિનંતી.

Details

Date:
September 29, 2025
Time:
5:30 pm - 6:00 pm
Event Category:

Venue

JITO Ahmedabad Office