Loading Events

« All Events

Shraman Swasthya Parva

July 18, 2025 @ 8:00 am - August 31, 2025 @ 5:00 pm

પ્રમુખશ્રી / ટ્રસ્ટીશ્રી

પરમાત્માએ સ્થાપેલ ચતુર્વિધ સંઘના બે પ્રમુખ અંગ પૂજય સાધુ સાધ્વીજી છે, તેમની સુશ્રુષા-વૈયાવચ્ચ કરવી તે સંઘની સાથે સાથે પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાનું કર્તવ્ય છે. પરમાત્માએ પણ પૂજય સાધુ-સાધ્વીજીની સેવા કામને ઉત્તમ કાર્ય ગણ્યું છે.

વર્તમાન સમયમાં અનેક શારીરીક પ્રતિકુળતામાં તબીબી સારવાર લેવી આવશ્યક રહે છે. જૈન શાસનના તમામ ફીરકા ના પૂજ્ય સુાધ સાધ્વીજી ભગવતના સારા આરોગ્ય માટે દવા, ઓપરેશન વિગેરે સારી રીતે અને આયોજન પૂર્વક થઈ શકે તેવા અમારા કર્તવ્યના ભાગરૂપે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) દ્વારા “શ્રમણ આરોગ્યમ્” ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે.

શરીરએ સંયમ સાધનાનું સાધન છે. સાધનના માધ્યમે ઉત્તમ સાધના થઈ શકે છે. પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉત્તમ સાધનામાં યતકિંચીત સહભાગી બનવાની એક શુભભાવનાથી શ્રમણ આરોગ્યમ્ દ્વારા સ્વાસ્થય પર્વનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રમણ આરોગ્યમ્ દ્વારા આ અતિ મહત્વના કાર્યના સંચાલન હેતુથી આપના સંઘમાં બીરજમાન પૂજય સાધુ સાધ્વીજી ભગવંતોના પેથોલોજી ટેસ્ટ કરવા માટે પર્યુષણ પર્વની પહેલાં બ્લડ કલેકશન કરવામાં આવશે તથા પર્યુષણ પર્વ બાદ રીપોર્ટ આવ્યા બાદ ડોકટરની સલાહ મુજબ તેઓને પછીની સારવાર આપવાનું આયોજન કરવાની ભાવના છે.

જીતો અમદાવાદ ચેપ્ટરમાંથી આપનો સંર્પક કરવામાં આવશે.

અમને અમારા આ કાર્યમાં સહયોગ પ્રદાન કરશોજી.

આ અંગે આપને વધારે માહિતી મેળવવી હોય તો શ્રી શૈલેષભાઈ શાહ – ૯૯૨૫૦૪૫૭૫૭નો સંપર્ક કરશો.

Details

Start:
July 18, 2025 @ 8:00 am
End:
August 31, 2025 @ 5:00 pm
Event Category:

Venue

various places in Ahmedabad
Ahmedabad, India