21 Aug, 2022 - Skill Development Promotion
જીતો બીઝનેસ એકટીવીટી નીસાથે સાથે જૈન શ્રાવક અને શ્રાવિકાઓ ના આર્થિક,શૈક્ષણિક,આરોગ્ય વિગેરે ક્ષેત્રમાં વિકાસ થાય તેવા પ્રોજેક્ટ્સ કરે છે.જીતો તેના સેન્ટર ફોર એક્સલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ના સહયોગથી વિવિધ કોર્સ દ્વારા જૈન શ્રાવક અને શ્રાવિકાઓનાં સ્કીલ (કૌશલ્ય) નો વિકાસ કરીને તેઓને આત્મનિર્ભર અને પરિવાર સહાયક બનાવે છે. આવા કોર્સ ની જાણકારી આપવા માટે “જીતો સેન્ટર ફોર એક્સલેન્સ” અમદાવાદ દ્વારા તારીખ21ઓગસ્ટ રવિવાર ના રોજ સવારે10કલાકે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય,શામળાની પોળ,રાયપુર ખાતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. જેમાં જીતો ના ઓફિસ બેરર્સ શ્રી ભદ્રેશભાઈ શાહ હાજર રહેલ. તેમણે જીતો ના વિવિધ પ્રોજેક્ટ ની માહિતી આપેલ. જીતો મેમ્બર અને શામળાની પોળ ના ટ્રસ્ટી એવા શ્રી દીપકભાઈ,અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ શ્રી જીગ્નેશભાઈ જોશી તેમજ શામળાની પોળ અને આજુબાજુ ના જૈન સંઘ ના ટ્રસ્ટીઓ હાજર રહેલ. આ પ્રોગ્રામ માં હાજર રહેલ શ્રાવક અને શ્રાવિકા ને વિવિધ કોર્સ ની માહિતી આપવામાં આવેલ.
જીતો બીઝનેસ એકટીવીટી નીસાથે સાથે જૈન શ્રાવક અને શ્રાવિકાઓ ના આર્થિક,શૈક્ષણિક,આરોગ્ય વિગેરે ક્ષેત્રમાં વિકાસ થાય તેવા પ્રોજેક્ટ્સ કરે છે.
જીતો તેના સેન્ટર ફોર એક્સલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ના સહયોગથી વિવિધ કોર્સ દ્વારા જૈન શ્રાવક અને શ્રાવિકાઓનાં સ્કીલ (કૌશલ્ય) નો વિકાસ કરીને તેઓને આત્મનિર્ભર અને પરિવાર સહાયક બનાવે છે. આવા કોર્સ ની જાણકારી આપવા માટે “જીતો સેન્ટર ફોર એક્સલેન્સ” અમદાવાદ દ્વારા તારીખ21ઓગસ્ટ રવિવાર ના રોજ સવારે10કલાકે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય,શામળાની પોળ,રાયપુર ખાતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ. જેમાં જીતો ના ઓફિસ બેરર્સ શ્રી ભદ્રેશભાઈ શાહ હાજર રહેલ. તેમણે જીતો ના વિવિધ પ્રોજેક્ટ ની માહિતી આપેલ. જીતો મેમ્બર અને શામળાની પોળ ના ટ્રસ્ટી એવા શ્રી દીપકભાઈ,અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ શ્રી જીગ્નેશભાઈ જોશી તેમજ શામળાની પોળ અને આજુબાજુ ના જૈન સંઘ ના ટ્રસ્ટીઓ હાજર રહેલ. આ પ્રોગ્રામ માં હાજર રહેલ શ્રાવક અને શ્રાવિકા ને વિવિધ કોર્સ ની માહિતી આપવામાં આવેલ.